PM Surya Ghar Yojana 2024 Registration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટમાં જે રૂફટોપ સોલર પેનલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી હતી તેને અનુલક્ષીને એક નવી સરકારી યોજના ની જાહેરાત કરવામાં આવેલી છે જેનું નામ પીએમ સૂર્ય ઘર યોજના છે. આ યોજના અંતર્ગત નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશના પરિવારોને દર મહિને 300 unit સુધી મફત વીજળી આપવામાં આવશે.
એટલા માટે જો તમે આ યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવવા માગતા હોય તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો કેમકે આ આર્ટિકલ અંતર્ગત અમે Surya Ghar Yojana Online Application કેવી રીતે કરવી તેની સાથે સાથે Eligibility Criteria, લાભ જેવી બધી જાણકારી આપેલી છે.
વડાપ્રધાન સૂર્ય ઘર યોજના શું છે? (PM Surya Ghar Yojana in Gujarati 2024)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીના દિવસે ઓફિસિયલ ટ્વીટરના માધ્યમથી પોસ્ટ કરતા જણાવ્યું કે દેશના એક કરોડ પરિવારને દર મહિને 300 unit ફ્રી વિજળી આપવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત ભારત સરકાર દ્વારા 75000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને આવનારા ત્રણ વર્ષોમાં એક કરોડ પરિવારના ઘરોની છત ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે. PM Surya Ghar Yojana 2024 અંતર્ગત જે પણ આ યોજનાનો લાભ લેશે તેને ભારત સરકાર દ્વારા સબસીડી પણ આપવામાં આવશે. સબસીડી ની વધુ જાણકારી આ લેખમાં આગળ આપવામાં આવેલી છે.
PM Surya Ghar Yojana 2024 | પીએમ સૂર્ય ઘર યોજના
યોજનાનું નામ | PM Surya Ghar Yojana 2024 |
શરૂ કરવામાં આવી | વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા |
ક્યારે શરૂ થઈ | 13 ફેબ્રુઆરી, 2024 ના દિવસે |
વિભાગ | ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ |
લાભાર્થી | દેશના નાગરિક |
લાભાર્થી ની સંખ્યા | એક કરોડ પરિવાર |
How to Apply | Online |
Official Portal | https://pmsuryaghar.gov.in/ |
Helpline Number | જલ્દી શરૂ થશે |
Surya Ghar Yojana Subsidy (સબસીડી)
પીએમ સૂર્ય ઘર પોર્ટલ પર જણાવવામાં આવેલું છે કે જો તમે આ યોજનાનો લાભ લઈને છત પર સોલર પેનલ લગાવવા માગો છો તો તમને એક કિલો વોટ સોલર પેનલ પર 30,000 રૂપિયાની સબસીડી આપવામાં આવશે. પરંતુ પ્રતિ કિલો વોટ 30 હજાર રૂપિયા ની સબસીડી વધુમાં વધુ બે કિલો વોટ ની સોલાર પેનલ લગાવવા પર જ મળશે. જો તમે ત્રણ કિલો વોટ ની સોલર પેનલ લગાવવા માગો છો તો પ્રથમ બે કિલો વોટ પર 30,000 રૂપિયા પ્રતિ કિલો વોટ સબસીડી જ્યારે ત્રીજા કિલો વોટ પર 18000 રૂપિયા સબસીડી મળવા પાત્ર થશે.
એટલે કે Pradhan Mantri Surya Ghar Yojana અંતર્ગત ત્રણ કિલો વોટ ની સોલાર પેનલ લગાવવા પર કુલ 78,000 ની સબસીડી મળવા પાત્ર થશે. જો તમે ત્રણ કિલો વોટ કે તેથી વધારે ક્ષમતા વાળી સોલર પેનલ સૂર્ય ઘર યોજના અંતર્ગત લગાવવા માગો છો તો પણ તમને વધુમાં વધુ 78,000 ની સબસીડી મળશે.
PM Surya Ghar Yojana Benefits in Gujarati
- Surya Ghar Yojana Budget:- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાની ઘોષણા કરતી વખતે જણાવ્યું છે કે આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા ૭૫ હજાર કરોડ રૂપિયાનો બજેટ નિર્ધારિત કરવામાં આવેલ છે.
- Surya Ghar Coverage:- આ યોજના અંતર્ગત મીડિયા અહેવાલ મુજબ આગામી ત્રણ વર્ષોમાં 1 કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે.
- Surya Ghar Benefits:- સૂર્ય ઘર યોજના ના કારણે જે પણ પરિવારોના ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવશે તેમને સોલર ક્ષમતા અનુસાર 300 unit સુધી ફ્રી વીજળી મળશે.
- Surya Ghar Subsidy:- અમે તમને પહેલા જ જણાવ્યું કે આ યોજના અંતર્ગત બે કિલો વોટ સોલર પેનલ ક્ષમતા સુધી 30,000 રૂપિયા પ્રતિ કિલો વોટ ની સબસીડી મળવા પાત્ર થશે.
- Employment Generation:- આ યોજના શરૂ થયા પછી જે પણ લોકો સોલર પેનલ નું ટેકનિકલ નોલેજ રાખતા હશે તેમને રોજગાર મળવાની સંભાવના વધી જશે. જેથી કરીને દેશમાં બેરોજગાર લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે.
- Zero Electricity Bill:- જો તમે તમારા ઘરમાં દર મહિને 200 યુનિટ વીજળી બિલ આવતું હોય તો આ યોજના અંતર્ગત લાભ મેળવીને લાઈટ બિલ ઝીરો કરી શકો છો.
Pradhan Mantri Surya Ghar Yojana Eligibility (પાત્રતા)
- આ યોજનાનો લાભ માત્ર એવા પરિવારોને જ મળશે જે ભારત દેશના મૂળ નાગરિક છે. પછી તે કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે.
- આ યોજના અંતર્ગત અરજી કરી રહેલા લાભાર્થીના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી માં જોડાયેલ ન હોવા જોઈએ.
- એ સિવાય સૂર્ય ઘર યોજનામાં Online Arji કરતા સમયે એ પણ ધ્યાન રાખવામાં આવશે કે જો તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ઇન્કમટેક્સ ભરતા હશે તો પણ તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
- અરજદારના પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- જો અરજદારના ઘરમાં દર મહિને 300 unit થી વધુ લાઈટ બિલ આવતું હશે તો પણ તે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે નહીં.
- જો તમે પીએમ સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માગતા હોય તો અત્યાર સુધીમાં તમારું એક પણ લાઈટ બિલ બાકી ન હોવું જોઈએ.
Documents Required for Online Application
- અરજદારનું આધાર કાર્ડ
- રાશનકાર્ડ
- લાઈટ બિલ
- બેંક ખાતા ની જાણકારી
- લાઈટ બિલ માં આપેલા કન્ઝ્યુમર નંબર
- અરજદાર નો મોબાઇલ નંબર
- વગેરે
સૂર્ય ઘર યોજનામાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા (PM Surya Ghar Yojana Apply Online/Registration)
સૂર્ય ઘર યોજના Online Registration માટે નીચે આપેલ સ્ટેપ્સ ને ફોલો કરો.
Step 1: Visit Pm Surya Ghar Yojana Portal
સૌથી પહેલા તમારે પીએમ સૂર્ય ઘર યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જવાનું રહેશે જેની ડાયરેક્ટ લિંક આગળ આપવામાં આવેલી છે.
Step 2: pmsuryaghar.gov.in Online Registration
હવે તમારે હોમ પેજ પર Apply for Rooftop Solar લિંક પર ક્લિક કરીને નીચે આપેલી માહિતી ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રાજ્યનું નામ
- વીજ કંપનીનું નામ (PGVCL, UGVCl, DGVCl વગેરે)
- કન્ઝ્યુમર નંબર
- મોબાઈલ નંબર
- ઇમેલ એડ્રેસ
Step 3: Login and Online Apply (Form)
રજીસ્ટ્રેશન થઈ ગયા પછી Login ના વિકલ્પ પર ક્લિક કરી કન્ઝ્યુમર નંબર મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર પર આવેલો OTP ભરીને લોગીન કરવાનું રહેશે.
જેવા તમે લોગીન કરશો એટલે તમારી સ્ક્રીન પર PM Surya Ghar Yojana Form ખુલી જશે જેમાં તમારે અન્ય જરૂરી જાણકારી ભરીને ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
Step 4: Installation of Solar Panel
ફોર્મ સબમીટ કર્યા પછી તમારે થોડી રાહ જોવાની રહેશે જ્યાં સુધી તમને એપ્રુવલ ન મળે ત્યાં સુધી.
એપ્રુવલ મળ્યા પછી તમારે સૂર્ય ઘર પોર્ટલ પર વેન્ડરના લિસ્ટ પર જઈને તમારા એરીયા માં જે પણ વેન્ડર હોય તેનો કોન્ટેક કરી સોલર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે કહેવાનું રહેશે.
Step 5: Apply for Net Meter
એક વખત તમારા ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી ફરી પાછું આ વેબસાઈટ પર આવીને નેટ મીટર માટે અપ્લાય કરવાનું રહેશે.
Step 6: Commissioning Certificate
નેટ મીટર માટેની એપ્લિકેશન કર્યા પછી તમારા ઘરની છત પર વેન્ડર દ્વારા ચકાસણી કરવામાં આવશે અને તેના દ્વારા ઓકે કર્યા પછી સૂર્ય ઘર પોર્ટલ પર જઈને કમિશનિંગ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે.
Step 7: Submit Bank Account Details
ઓફિસિયલ વેબસાઈટ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ મેળવ્યા પછી તમારે તમારા બેંક ખાતાની જાણકારી કે જેમાં તમે સબસીડી મેળવવા માગતા હોય તે આપવાની રહેશે. જેમકે બેંકનું નામ, બેંક ખાતા નંબર, ifsc કોડ અને એક કેન્સલ ચેક.
Step 8: Getting Subsidy
ઉપર બતાવેલી બધી જ ડીટેલ આપ્યા પછી વધુમાં વધુ 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં પીએમ સૂર્ય ઘર સબસીડી જમા થઈ જશે. અને ત્યારબાદ તમારા ઘરનું લાઈટ બિલ પણ શૂન્ય થઈ જશે.
ઉપર આપેલા બધા સ્ટેપ્સને ફોલો કરીને તમે સહેલાઈથી PM Surya Ghar Yojana Online Arji (Apply) કરી શકો છો.
- Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડથી 50,000 રૂપિયાની લોન મેળવો, અહીંયા અરજી કરો
- પીએમ કુસુમ સોલાર પંપ યોજના 2024, ખેડૂતોને મળશે સોલાર પંપ | Gujarat Kusum Yojana 2024
- બેંક ઓફ બરોડા ખાતા ધારકો આધાર કાર્ડ દ્વારા 50 હજારથી 7 લાખ સુધીની લોન મેળવી શકે છે | Bank of Baroda Loan Gujarat 2024
સૂર્ય ઘર યોજનામાં કેટલી સબસીડી આપવામાં આવે છે?
1 KW સોલાર પેનલ પર 30,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ કેટલી વીજળી ફ્રી મળશે?
દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી મળશે.