PM Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, સરકાર ગેરન્ટી પણ નહી માંગે, જાણો પ્રોસેસ

PM Mudra Loan Yojana : કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સરકારે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વગર આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), નાની ફાઇનાન્સ બેન્કો અને NBFCs પાસેથી પણ આ લોન મેળવી શકે છે. આ લોનના વ્યાજ દર અલગ-અલગ બેન્કો દ્વારા અલગ-અલગ હોય છે.

મુદ્રા લોન ત્રણ પ્રકારની છે

PM મુદ્રા લોનના કુલ ત્રણ પ્રકાર છે. પ્રથમ કેટેગરી શિશુ લોન છે. આ હેઠળ જ્યારે તમે પ્રથમ વખત તમારો વ્યવસાય શરૂ કરો છો, ત્યારે સરકાર તમને 5 વર્ષ માટે કોઈપણ ગેરન્ટી વિના 50,000 રૂપિયા સુધીની લોન આપે છે. જે લોકો પહેલાથી જ વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયને વિસ્તારવા માટે લોન પણ આપવામાં આવે છે. જો તમે 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની લોન લો છો તો તે કિશોર લોનની કેટેગરીમાં આવે છે. તરુણ લોન કેટેગરી હેઠળ સરકાર બિઝનેસને વિસ્તારવા માટે 5 થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે.

મુદ્રા લોન માટે જરૂરી દસ્તાવેજો

  • વ્યાપાર યોજના
  • અરજી પત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • કેવાયસી દસ્તાવેજો
  • ઓળખનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • આવકનો પુરાવો

PM Mudra Loan યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

PM Mudra Loan માટે આઈડી પ્રૂફ, રેસિડન્સ પ્રૂફ, પાસપોર્ટ સાઇઝ ફોટો, બિઝનેસ એડ્રેસ પ્રૂફ સહિતના ડોક્યુમેન્ટ સાથે

  • PM મુદ્રાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ પર અરજી કરવાની રહેશે.
  • આ વેબ ઓપન કર્યા બાદ મુદ્રા લોન પર ક્લિક કરો. જ્યા “Apply Now” માં જાઓ અને વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો.
  • આ પછી વિગતો ભરીને OTP જનરેટ કરો.
  • આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારી નોંધણી થશે.
  • જે થયા બાદ લોન એપ્લિકેશન સેન્ટર પર ક્લિક કરી માંગેલી વિગત ભરવાની રહે છે.
  • બધા દસ્તાવેજો સબમિટ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે.
  • જેનાથી તમે તમારી લોનની સ્થિતિ ચેક કરી શકો છો.

Leave a comment